કોરોના અંગેની કામગીરી કરતા મહેસુલ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ૧૫ મી ઓગસ્ટના રોજ ઝઘડીયા સેવાસદનના મહેસુલ વિભાગના ૩૦ તથા આરોગ્ય વિભાગના ૧૦ જેટલા કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગઇકાલે ઝઘડિયા ખાતે ૭૪ માં સ્વાતંત્ર દિનની ઉજવણી ઝઘડિયા સેવા સદન ખાતે કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન કોરોના સંબંધિત કામગીરી કરતા ઝઘડિયાના ૪૦ જેટલા કોરોના યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઝઘડિયા સેવા સદન ખાતે તાલુકા મામલતદાર રાજવંશી તથા ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ વસાવાના હસ્તે ઝઘડિયા સેવાસદનના મહેસુલ વિભાગના ૩૦ કોરોના વોરિયર્સ જેઓએ ઝઘડીયા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમિકોને પોતાના વતન મોકલવાની કામગીરી કરી હતી. તેમનું તથા કોરોના મહામારી વચ્ચે ઝઘડિયા પીએચસી વિસ્તારમાં કોરોના સંબંધિત કામગીરી કરનાર ઝઘડિયા પીએચસીના ૧૦ જેટલા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે પણ આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું ઝઘડિયા નગરના ૪૦ જેટલા કોરોના વોરિયર્સને મામલતદાર રાજવંશી તથા ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા. કોરોના વોરિયર્સે અધિકારીઓનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી