Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : ચાર વર્ષ પ્રેમ સંબંધ રાખ્યા બાદ યુવતીએ સંબંધની ના પાડતા પ્રેમીએ રીસ રાખી ચપ્પુ વડે હુમલો કર્યો.

Share

રાજપારડી નજીક સારસામાતાના મંદિર નજીક ઇકો ગાડીમાં જઇ રહેલ યુવતી પર તેના ભુતપૂર્વ પ્રેમી દ્વારા ચપ્પુથી હુમલો કરી ઇજા પહોંચાડાતા યુવતીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના સરકારી બોરિદ્રા ગામે રહેતી ઉર્મિલાબેન વસાવા નામની યુવતીના પતિ અગિયાર વર્ષ અગાઉ મરણ પામ્યા હતા.બાદમાં આ યુવતી સંતાનો સાથે તેના ભાઇને ત્યાં સરકારી બોરિદ્રા ગામે રહેતી હતી.આ યુવતી ઝઘડીયા જીઆઇડીસીમાં નોકરી કરતી હતી.વધુમાં મળતી વિગતો મુજબ યુવતીને છેલ્લા ચારેક વર્ષથી રાજપારડી ગામે રહેતા સુંદરસિંહ ઉર્ફે સંજય સુલતાનસિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધ હતો.છેલ્લા પાંચેક મહિનાથી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. દરમિયાન બે દિવસ પહેલા સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં યુવતી તેની સાથે નોકરી કરતી અન્ય છોકરીઓ સાથે ઇકો ગાડીમાં બેસીને પરત ઘેર આવતી હતી ત્યારે યુવતીના ભુતપૂર્વ પ્રેમીએ રીસ રાખીને તેની મોટરસાયકલ ઇકોની આગળ ઉભી કરી દીધી હતી અને યુવતીને ગાલ પર ચપ્પુ મારી દેતા યુવતીને ઇજા થવા પામી હતી. યુવતીને તેની સાથેની છોકરીઓએ વચ્ચે પડીને બચાવી હતી.આ અંગે યુવતીએ રાજપારડી પોલીસમાં ચપ્પુથી હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપ્યા બદલ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો.

ProudOfGujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા “ANTI TOBOCCO DAY” ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ચાવજ રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!