Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભા અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતીએ રાજપારડી જી.એમ.ડી.સી.ની મુલાકાત લીધી.

Share

લીઝ સંબંધિત રજુઆતો બાબતે યોગ્ય કરવા સમિતીએ ખાત્રી આપી.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના જી.એમ.ડી.સી.સંચાલિત લીગનાઇટ પ્રોજેક્ટ ની ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી જાણવા મળ્યા મુજબ સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ સમિતીને લીઝને લગતી રજુઆતો કરતા સમિતી દ્વારા યોગ્ય કરવા હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયા,સમિતિના સભ્યો ડો અનિલ જોષીયારા,અભેસિંહ તડવી,ઉપરાંત ધારાસભ્ય મહેશભાઇ વસાવા,ગુજરાત વિધાનસભાના ઉપસચિવ વિનોદભાઇ રાઠોડ સહિતના અધિકારીઓએ જી.એમ.ડી.સી.લીગ્નાઇટ માઇનીંગ લીઝની મુલાકાત લઇને માહિતી મેળવી હતી આ મુલાકાત દરમિયાન સમિતીની સાથે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ,જી.એમ.ડી.સી.ના જનરલ મેનેજર પ્રોજેક્ટ સ્વાગત રાય,ઉધોગ તેમજ ખાણ વિભાગના નાયબ સચીવ ડી.જી.ચૌધરી,ભૂસ્તરશાસ્ત્રી જે.એમ.પટેલ,અેમ.ડી.વ્યાસ,કે.જે.રાજપુરા,સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સમિતિને પુરતી વિગતો આપીને વિસ્તારમાં માહિતી આપી હતી.

ગુલામહુશેન ખત્રી:-રાજપારડી

Advertisement

Share

Related posts

મૂળ ભુજની મહિલાએ મલેશિયા રમતોત્સવમાં રજત ચંદ્રક મેળવ્યો..

ProudOfGujarat

વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..

ProudOfGujarat

અંકલેશ્વર ઈ.એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે સંકુલ કક્ષાનું ગણિત- વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!