Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ઝઘડિયા પોલીસે એસ.એસ ના ભંગાર ભરેલો ટેમ્પો ઝડપ્યો

Share

ઝઘડિયા પોલીસે બુધવારે રાત્રે ઝઘડિયા જીઆઇડીસી માથી પેટ્રોલિંગ દરમિયાન એસ.એસ ના ભંગારનો ટેમ્પો ઝડપી પાડયો હતો. ઝડપાયેલા ટેમ્પોના ચાલક પાસે ટેમ્પામાં ભરેલા ભંગારનુ ઇનવોઇસ બીલ તથા વાહનના દસ્તાવેજ માંગતા તેણે સંતોષકારક જવાબ નહી આપતા ટેમ્પો કબજે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત બુધવારની રાત્રીએ ઝઘડિયા પોલીસ જીઆઇડીસી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બાબતે પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન જીઆઇડીસીમાં આવેલ ખોડિયાર મંદિર પાસે વાહનોની તપાસ દરમિયાન એક આઈસર ટેમ્પો ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આઇસર ટેમ્પામાં એસ.એસ સ્ટીલનું ભંગાર ભરેલું જણાયુ હતું. પોલીસે ટેમ્પા ચાલક પાસે ભરેલ સ્ટીલના ભંગારનું ઇનવોઇસ બીલ, ગેટ પાસ તેમજ આઈસર ટેમ્પાના જરુરી કાગળો તથા ચાલકનું લાયસન્સ માંગતા પોલીસને સંતોષકારક જવાબ નહી મળતા શંકા ઉપજી હતી કે ટેમ્પામાં ભરેલ ભંગાર છળકપટથી કે ચોરીથી મેળવેલ હશે. જેથી ટેમ્પા માં ભરેલ ૨૩૦૦ કિલોગ્રામ ભંગાર તથા આઇસર ટેમ્પો જપ્ત કર્યો હતો. એસ.એસ નું ભંગાર તથા ટેમ્પો મળી પોલીસે કુલ પાંચ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવી હતી. જેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ ઝઘડિયા પોલીસે પકડેલ એસએસ ભંગારનો ટેમ્પો પકડાયાના ૨૪ કલાક પહેલાં જ મુક્ત કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વધ્યા, 10 મહિનામાં 25 હજાર ઇલેક્ટ્રિક વાહનો વેચાયા.

ProudOfGujarat

સુરત : જામકુઈથી પિચણવણ તરફ જતાં રસ્તાનું કામ ગત વર્ષે પૂર્ણ થવાને બદલે કામગીરી હાલ પણ અધૂરી : વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા લોકમાંગ.

ProudOfGujarat

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર વાંદરાને શુકલતીર્થ થી લઈ આવી સારવાર અપાવવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!