ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં તબીબ દંપતિનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબીબનાં દવાખાના અને રહેણાંકની આજુબાજુનો વિસ્તાર કોરેન્ટાઇન વિસ્તાર તરીકે સીલ કરાયો હતો. આ કોરેન્ટાઇન વિસ્તારમાં દુકાનો ધરાવતા કેટલાક વેપારીઓએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન આપીને કોરેન્ટાઇન વિસ્તારને છુટછાટ આપવા માંગ કરી હતી. આવેદનમાં આ લોકોએ જણાવ્યુ હતું કે કોરોના પોઝિટિવ તબીબનાં દવાખાનાથી તેમની જગ્યા દુર હોવાથી બજારને છુટછાટ મળવી જોઇએ. આમ રાજપારડીમાં કોરોના સંદર્ભે જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવ્યો છે.આવેદન આપનાર વેપારીઓએ પોતાની રજુઆતમાં વધુમાં જણાવ્યુ છેકે છ સાત દિવસોથી દુકાનો બંધ હોવાથી તેમણે મોટું નુકશાન વેઠવું પડ્યુ છે.તેથી કોરોના પોઝિટિવ ડોક્ટરનાં દવાખાનાથી દુર રહેલા બજાર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી છુટછાટ અપાય તેવી માંગ કરતાં હાલ તો રાજપારડીનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવેલો જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.