ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં આવેલી સીટી સર્વેની કચેરીમાં કાયમી સર્વેયરની નિમણુક કરવા માંગ ઉઠવા પામી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડીની સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા સર્વેયરને રાજપારડી ઉપરાંત વાલિયા અને માંડવા ગામોનો પણ ચાર્જ છે.આમ એક જ સર્વેયરને ત્રણ મથકોનો ચાર્જ સોંપાતા રાજપારડી નગરનાં સીટી સર્વેની જરૂરી કામગીરી કરાવવા માંગતા નાગરીકોને તકલીફ પડતી હોવાની વાતો સામે આવી છે.વધુમાં જાણવા મળ્યા મુજબ અત્રેની કચેરીમાં હજી ઓનલાઇન સુવિધા ઉપલ્બધ નથી બનાવવામાં આવી.તેથી ઓનલાઇન સુવિધાના અભાવે કચેરી દ્વારા લોકોને ઓનલાઇન નકલો આપી શકાતી નથી.તેથી રાજપારડીની સીટી સર્વે કચેરીમાં ઓનલાઇન સુવિધા ઉભી કરીને નગરજનોને પડતી હાલાકી નિવારાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
Advertisement