ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરની મધ્યમાંથી કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે આ ધોરીમાર્ગને ફોરટ્રેક કરવાની કામગીરી કોઇક કારણોસર ખોરંભે પડતા પાછલા કેટલાક માસથી આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને યાતનાઓ આપી રહ્યો છે. રાજપારડીમાં બે દિવસ દરમિયાન વરસાદ વરસતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પ્રથમ વરસાદમાં ધોવાતા ઠેરઠેર મોટામોટા ગાબડાઓ પડતા નગરનાં ચારરસ્તા ખાતેથી પસાર થતા અસંખ્ય વાહનો ખાડાઓમાં ખાબકતા ફસાયા હતા. જોકે કેટલાક સ્થાનિક યુવાનોએ વાહન ચાલકોને ભારે ઝહેમત ઉઠાવી મદદરૂપ બનતા ખાડાઓમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા. લોકડાઉન પહેલા ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પરથી દક્ષિણ ગુજરાત સહિતનાં અસંખ્ય પ્રવાસીઓ પોતપોતાના વાહનો લઇને કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પોઇચા સ્થિત નિલકંઠ ધામ મંદિરનાં દર્શનાર્થે જતા હતા હાલ લોકડાઉનમાં નિયમો મુજબની છુટછાટ મળતા ધોરીમાર્ગો ધમધમતા થયા છે ત્યારે ઝઘડીયા તાલુકાથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
રાજપારડી પાસેથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર થતાં અસંખ્ય વાહન ચાલકો ફસાયા.
Advertisement