ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગર જિલ્લામાં મહત્વનાં વિકાસશીલ વેપારી મથક તરીકે આગળ આવ્યુ છે. ત્યારે નગર અને પંથકની જનતા ઘનિષ્ઠ સુવિધાઓની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.નગરના વિકાસને જોતા ૨૦૧૪ માં ઝઘડીયા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને અલગ રાજપારડી પોલીસ સ્ટેશન બનાવાયું.એક આઉટપોસ્ટ અને ચાર જેટલી બીટમાં કુલ ૫૨ જેટલા ગામોના સમાવેશ સાથે શરુ થયેલા રાજપારડી પોલીસ સ્ટેશનમાં ૬૦ જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે.આ પોલીસ સ્ટાફ માટે હજી રહેણાંકો બન્યા નથી.આને લઇને પોલીસ કર્મીઓ પૈકી કેટલાક ભાડાના મકાનમાં રહે છે તેમજ કેટલાક બહારથી આવ જાવ કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ લાઇન માટે અત્રે જીએમડીસી કોલોની નજીક જગ્યા આપવાનો ઠરાવ થયેલો છે.ઉપરાંત પોલીસ સ્ટેશનની રચના થયે પણ પાંચ વર્ષનો સમય વીતી ગયો છે, ત્યારે તેને લગતો જરુરી પ્રોસેસ જલ્દીથી નીપટાવીને પોલીસ જવાનો માટે રહેણાંકો બનાવાય તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.