Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં કરિયાણાની આડમાં દારૂનાં ગોળનું વેચાણ થતું હોવાની બુમ.

Share

ભરૂચ જિલ્લાનાં વેપારી મથકોમાં મોખરાનું સ્થાન ધરાવતા રાજપારડી નગરનાં બજારમાં કેટલાક કરિયાણાનાં વેપારીઓ કરિયાણાની આડમાં દારૂનાં ગોળનું વેચાણ કરતા હોવાની બુમ ઉઠવા પામી છે. તાજેતરમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.ત્યારે હવે પોલીસ નગરમાં દારૂનો ગોળ વેચી રહેલા કેટલાક બે નંબરીઓને ઝડપીને કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી જોવા મળી રહી છે. નગરનાં વિવિધ વિસ્તારોમાં કેટલાક વેપારીઓ મોટાપાયે દારૂનો ગોળ વેચતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે.આગળનાં લોકડાઉનમાં કડક અમલ હતો ત્યારે પણ કેટલાક કરિયાણાનાં વેપારીઓ કરિયાણાની આડમાં દારૂનાં ગોળનું મોટાપાયે વેચાણ કરી રહ્યા હોવાની વાતો જાણવા મળી છે. ત્યારે આડેધડ વેચાઇ રહેલો દારૂનો ગોળ દારૂબંધી કેવી રીતે સફળ થવા દેશે ? એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના પડવાણીયા ગામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરુચ જિલ્લા સંસદિય બેઠક અંગે પ્રથમ પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!