Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં તોલમાપ વિભાગનાં ચેકિંગમાં નાના માછલા જ પકડાયા ? મોટા મગરમચ્છ કેવી રીતે છટકી ગયા ?!

Share

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી અને ઉમલ્લા ગામે પાન પડીકી અને તમાકુનાં ધુમ કાળાબજાર થતા હોવાની વાતથી ગઇકાલે જિલ્લા તોલમાપ વિભાગે રાજપારડી ગામે તપાસ હાથ ધરી હતી. તોલમાપ વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન નવ વેપારીઓને ઝડપીને દંડનિય કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળ્યા મુજબ મોટા વેપારીઓ તપાસ દરમિયાન છટકામાં આવ્યા નહતા, કે પછી જાણી જોઇને આ મોટા મગરમચ્છો પ્રત્યે આંખ આડા કાન કરાયા છે ? આ વાતે નગરમાં ભારે ચર્ચા ચાલી છે.પાન પડીકીનું એક પેકેટ જે સામાન્ય દિવસોમાં રૂ.૧૨૫ ના ભાવે મળતુ હોય છે,તે લોકડાઉનનો ગેરલાભ લઇને અધધધ..કહેવાય તેમ રૂ.૧૦૦૦ ના ભાવે પણ વેચાતુ હતુ નાનાવાળા તો બિચારા એક પેકેટ વેચીને ૪૦ થી ૫૦ રુ.જેવી નાની રકમ કમાતા હોય છે.ત્યારે રોજના હજારો પેકેટો કાળાબજારમાં વેચતા મોટા કાળાબજારીયા તો એક પેકેટ પાછળ અત્યારસુધીમાં તગડા નફા કમાયા છે.ત્યારે આની તપાસ કરનાર તંત્રને એ જોવાની કે સમજવાની આંખો નથી ?કે પછી તંત્ર ઘીના ઠામ માં ઘી રાખવા માંગે છે ?તંત્ર ઝઘડીયા, ઉમલ્લા, રાજપારડી જેવા મથકોએ જનતાને રીતસર લુંટી રહેલા આવા મોટા શોષણખોરોને ઝડપવા તાકીદે પુન: ઝીણવટભરી અને તટસ્થ તપાસ હાથ ધરે એવું જનતા ઇચ્છી રહી છે.જિલ્લા સ્તરે બેઠેલા ઉચ્ચ અધિકારીઓ તાકીદે આ બાબતે લોકોને લુંટતા બચાવવા તાકીદે આગળ આવે તો અત્યારે લોકડાઉનમાં માનવતા ભુલીને કૃત્રિમ ભાવ વધારાથી જનતાને લુંટતા શોષણખોરો અંકુશમાં આવે તેમ છે.

Advertisement

Share

Related posts

વડતાલ મંદિરમાં સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી રહ્યા છે.

ProudOfGujarat

સુરતમાં રોડ ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને સિટી બસના ડ્રાઇવરે અડફેટે લીધો, ઘટના CCTVમાં કેદ

ProudOfGujarat

અંક્લેશ્વર નવસર્જન બેંક ને સહકારી ક્ષેત્રનો CASA એવોર્ડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!