Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડીમાં તોલમાપ વિભાગની રેડમાં દસ વેપારી સામે દંડનીય કાર્યવાહી.

Share

કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયુ ત્યારે લોકડાઉનનો ખોટો લાભ ઉઠાવીને કેટલાક શોષણખોર કાળા બજારીયા મેદાનમાં આવી ગયા હતા. ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પાન, પડીકી અને તમાકુનાં ધુમ કાળાબજાર થતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી હતી. જોકે પાન, પડીકી અને તમાકુ જેવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં લોકોની મજબુરીનો ગેરલાભ લઇને કાળાબજાર કરતા શોષણખોરોને અંકુશમાં લેવા જ પડે.દરમિયાન આજે જિલ્લા તોલમાપ વિભાગના અધિકારીઓએ રાજપારડી નગરમાં ચેકિંગ કરતા નવ વેપારીઓ વધુ ભાવ લેતા ઝડપાયા હતા અને તપાસ દરમિયાન એક વેપારીનો તોલવાનો કાંટો પ્રમાણિત કરાયેલો ન હોવાથી આ કુલ મળી દસ વેપારીઓ પાસેથી રૂ.૧૮,૫૦૦ જેટલો દંડ વસુલાયો હતો. ઉલ્લેખનીય છે કે આગળના લોકડાઉનમાં રાજપારડી અને ઉમલ્લામાં અન્ય આવશ્યક વસ્તુઓના પણ નિયત કરતા વધુ ભાવ લેતા કેટલાક વેપારીઓને જાગૃત નાગરીકોએ પકડી પાડ્યા હતા પરંતુ બાદમાં આ વેપારીઓ પાસે માફી મંગાવીને જવા દેવાયા હોવાની ચર્ચાઓ તે સમયે ટોક ઓફ ધી ટાઉન બની હતી.જોકે તે બાબત કોઇ કાર્યવાહીના અભાવે પ્રકાશમાં આવી ન હતી.અત્યારે ચોથુ લોકડાઉન ચાલે છે ત્યારે તગડી નફાખોરી કરવા ટેવાઇ ગયેલા કાળા બજારીયાઓને નિયંત્રણમાં રાખવા સંબંધિત તંત્ર અસરકારક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

છેતરપિંડીના ગુનામાં ગયેલ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રીકવર કરતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાના “પો પો પો” ગીતને જબરદસ્ત પ્રશંસા મળી.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના તળાજા,અલંગ મા સવારથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું વરસાદી માહોલ જામ્યો વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!