Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં રહીશે માતાની પૂણ્યતિથી પ્રસંગે ગરીબોને કીટ વિતરણ કરી.

Share

અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઇને દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ પરેશાની અનુભવે છે.ત્યારે ઘણા સખી માણસો આવા લોકોની મદદે આવતા હોય છે.ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતા દત્તુભાઇ પંચાલની માતાની તૃતીય પુણ્યતિથી હોઇ,લોકડાઉનને લઇને કોઇ ધાર્મિક કાર્યક્રમ ન રાખતા તેઓએ ૫૧ જેટલી ફુડ કીટો તૈયાર કરીને ગરીબોને વહેંચી હતી.ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોનાને લઇને દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે,ત્યારે આવા સામાજિક કે વ્યક્તિગત પ્રસંગો આવે ત્યારે તે નિમિત્તે ગરીબોને આ રીતે મદદરૂપ થવાની ભાવના સાચે જ પ્રસંશનિય ગણાય. અત્યારે લાંબા લોકડાઉનને પગલે ગરીબ વર્ગ બેકાર બનતા તેમની હાલત સાચે જ દયનીય બની છે.ત્યારે રાજપારડીના દત્તુભાઇ પંચાલના પગલે અન્ય વ્યક્તિઓ પણ આગળ આવે તો તે બાબત સાચે જ અનુકરણીય વાત સાબિત થઇ શકે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વડોદરા : ૭૪ વર્ષીય સુલભાબેને પોતાની જીવનમૂડીમાંથી રૂ. પાંચ લાખનો ચેક સૈનિકોના કલ્યાણ માટે કલેક્ટરને અર્પણ કર્યો.

ProudOfGujarat

ભરૂચના દેરોલ ગામ ખાતેથી વરલી મટકાનો જુગાર ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદી માંથી ગેર કાયદેસર રેત ખનન ઝડપાયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!