દિવાળી બાદ નવા વર્ષનું આગમન થતાં જનતાએ નવા વર્ષને ઉમંગથી વધાવ્યુ.ચાલુ સાલે મેહુલીયો મન મુકીને વરસ્યો.ચોમાસા દરમિયાન વ્યાપક વરસાદ થી નદી નાળા છલકાયા.રાજપારડી પંથકમાં પણ ચોમાસુ પુરબહારમાં ખીલ્યુ હતુ.સામાન્ય રીતે આસો મહિનાની શરુઆત બાદ વરસાદ બંધ થતો હોયછે.આસો મહિનાની શરુઆત એટલે નવરાત્રીની નવલી રાતો ની ઉજવણી ની રાતો! સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન વરસાદ બંધ થયેલો હોઇ,ગરબા રસીકો મન મુકીને ગરબે ઘુમવાનો લહાવો લેતા હોયછે.ચાલુ સાલે ઠેર ઠેર વ્યાપક વરસાદથી નવરાત્રિ દરમિયાન પણ માવઠા થતાં ગરબા આયોજકો મુંઝવણમાં મુકાયા હતા.દિવાળી બાદ પણ રાજપારડી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા અને ઝરમર વરસાદ થી ગામડાઓમાં કાચા મકાનોના ઓટલા ધોવાતા ગૃહિણો મુંઝવણ માં મુકાઇ.નવા વર્ષની શરુઆતે થયેલા કમોસમી માવઠાઓથી ખેતીને નુકશાન ની દહેશત જણાતા ખેડૂત સમુદાય તકલીફ અનુભવે છે.રાજપારડી પંથકમાં મહદઅંશે શેરડી અને કેળનો પાક લેવાયછે.ઉપરાંત શાકભાજી વિવિધ જાતના ફુલો કપાસ અનાજ કઠોળ જેવા પાક પણ સારા એવા પ્રમાણમાં લેવાયછે.કમોસમી વરસાદને પગલે કેટલાક પાકોમાં નુકશાન ની દહેશત જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ