અત્યારે કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલા સરકારી જાહેરનામા મુજબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સક્ષમ અધિકારીની મંજુરી વિના આવવા જવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક વ્યક્તિઓ એક જિલ્લામાંથી બીજામાં કોઇપણ રીતે પ્રવેશ કરતી હોય છે,ત્યારે જેતે સ્થળે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકોને તેઓ જ્યાં આવ્યા હોય છે તે પરિવારોના સભ્યો સહિત હોમ કોરન્ટાઇન કરાતા હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના કેટલાક ગામોએ અમુક લોકો બહારથી આવ્યા હોવાનું રાજપારડી આરોગ્ય કેન્દ્રનાં ધ્યાને આવતા આ ગામોએ બહારથી આવેલ લોકો સહિત તેમની સાથે સંકળાયેલા પરિવારોને હોમ કોરન્ટાઈન કરાયા હતા.રાજપારડી આરોગ્ય વિભાગના MPHS ડો.છોટુભાઇ વસાવા અને MPHW ડો.અશોકભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ રાજપારડી સંજાલી સારસા અને અવિધા ગામોએ બહારથી આવેલ વ્યક્તિઓ સાથે સંકળાયેલા કુલ ૨૩ ઘરોના ૮૬ જેટલા સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી વડોદરા, આણંદ, મોરબી, કચ્છ, પંચમહાલ, રાજસ્થાન, અરવલ્લી, નર્મદા તેમજ અમદાવાદ જેવા વિસ્તારોમાંથી આ ગામોએ કુલ ૫૫ જેટલા સભ્યો બહારથી આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવેલ લોકો અને તેઓ જ્યાં આવ્યા છે તે ઘરોને હોમ કોરન્ટાઇન હેઠળ મુકાયા હતા. રાજપારડી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંતર્ગત વિસ્તારના ગામોએ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.