કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા લોકડાઉન જાહેર કરાયુ.લોકડાઉનમાં બહારના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલીક વ્યક્તિઓ એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં કોઇપણ રીતે પ્રવેશ કરતી હોય છે.ત્યારે તંત્ર દ્વારા આવી વ્યક્તિઓની ભાળ મેળવીને તે વ્યક્તિઓના પરિવારોને તકેદારીના રૂપે હોમ ક્વોરન્ટાઇન કરાતા હોય છે.રાજપારડી અને ભાલોદ આરોગ્ય કેન્દ્રોના વિસ્તારમાં આવેલા રાજપારડી અવિધા અને વણાકપોર ગામોએ કેટલીક વ્યક્તિઓ સુરત, મોરબી, અમદાવાદ જેવા સ્થળોએ જઇને આવેલ હોવાની ભાળ મળતા આરોગ્ય વિભાગ દ્વારા આવી વ્યક્તિઓના પરિવારોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના વિવિધ ફળિયાઓમાં ૩ પરિવારની કુલ ૧૫ વ્યક્તિઓ, અવિધા ગામે ૩ પરિવારની કુલ ૧૭ જેટલી વ્યક્તિઓ જ્યારે વણાકપોર ગામે એક પરિવારના ૫ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.આ ગામોએ હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા પરિવારો પૈકી કેટલાક લોકો સુરત, મોરબી, અમદાવાદ જેવા સ્થળોએ જઇને આવ્યા હોઇ તકેદારીના ભાગરૂપે આ પરિવારોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.