ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી પંથકના ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમ અંતર્ગત રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા કુલ ૮ જેટલા વિસ્તારો અને ગામોએ કુલ ૨૭૦ જેટલા સગર્ભા મહિલાઓ તેમજ બાળકોએ રસીકરણનો લાભ લીધો હતો.આરોગ્ય કેન્દ્ર હસ્તકનાં રાજપારડી,માધવપુરા,સંજાલી,ઉમધરા,અવિધા,સારસા ગામોએ આંગણવાડીઓમાં સોસિયલ ડિસ્ટન્સનો નિયમ જાળવીને મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય અને બાળવિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં મમતા દિવસ ઉજવાય છે. મમતા દિવસનો મુખ્ય હેતુ બાળ મૃત્યુ દર ઘટાડવો, રસીકરણની પ્રવૃત્તિને મજબુત કરવી,તેમજ કુપોષણમાં ઘટાડો થાય તેવા પ્રયત્ન કરવા તેમજ કોઇ ગંભીર બિમારી ધરાવતુ બાળક જણાય તો તેવા બાળક માટે બાળરોગ તજજ્ઞની સેવા પણ મમતા દિવસ દરમિયાન ઉપલ્બધ બનાવાતી હોય છે. આયોજિત કાર્યક્રમ અંતર્ગત રાજપારડીની ત્રણ આંગણવાડીમાં ૧૨૪,માધવપુરા ૨૭,સારસા ૩૩,અવિધા ૧૨,ઉમધરા ૪૩,સંજાલી ૩૧ મળી કુલ ૨૭૦ જેટલા નાના બાળકો અને સગર્ભા મહિલાઓને રસીકરણનો લાભ આપવામાં આવ્યો હતો. રસીકરણની કામગીરીને સફળ બનાવવા સ્થાનિક આરોગ્ય કર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.