મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા (મુસ્લિમ ધર્મ મુજબના ઉપવાસ) રાખે છે.નાના બાળકો પણ પવિત્ર રમઝાનમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે.નાનું બાળક જીંદગીનો પ્રથમ રોજો રાખે છે ત્યારે તે બાબત તેના જીવનનું એક યાદગાર સંભારણું બની જતુ હોય છે.ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના સારસા ગામે રહેતી છ વર્ષની નાની બાળકી ખદિજાબાનું દાઉદભાઇ ખત્રીએ આજે તેના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી.આ પ્રસંગે વડિલોએ ખદિજાને અભિનંદન આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
Advertisement