ઉનાળો ચાલી રહ્યો છે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા માનવજાત સહિત પશુ પંખીઓનાં કંઠ સુકાતા વારંવાર પાણી પીવું પડતું હોય છે.અબોલ પંખીડાને પીવાનું પાણી મળી રહે તે માટે ઘણી સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઘણી જગ્યાએ પાણીના કુંડાઓ ગોઠવવામાં આવતા હોય છે.ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા દુ.વાઘપુરા ગામે કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા જાહેર સ્થળો ઉપરાંત સોસાયટીઓ નજીક વિવિધ સ્થળોએ પંખીઓ પાણી પી શકે તે મુજબ કુલ ૧૦૦ જેટલા પાણીના કુંડાઓ મુકવામાં આવ્યા છે. યુવાનોની આ સેવાભાવી અને પ્રસંશનીય કામગીરીને અગ્રણીઓએ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે અબોલ પંખીઓ બોલી શકતા નથી ત્યારે ઉનાળાની સખત ગરમીમાં તેમને પીવાના પાણીની તકલીફ ના પડે તે માટે પાણીના કુંડા મુકવાની વાત એક આવકારદાયક પગલું ગણી શકાય.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.
Advertisement