Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ચાર રસ્તા પરના બંધ સીસી ટીવી કેમેરા ચાલુ કરવા માંગ વર્ષો પહેલા મુકેલી સુવિધા હાલ શોભાના ગાંઠીયા સમાન.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

ભરૂચ જિલ્લાનું રાજપારડી નગર એક મહત્વના વેપારી મથક તરીકે બહાર આવ્યુ છે.પાછલા દાયકા દરમિયાન નગરે વિવિધ બાબતોએ મોટો વિકાસ કર્યો છે તે ઉડીને આંખે વળગે તેવો છે.રાજપારડી નગરના ચાર રસ્તા નગરને ભરુચ અંકલેશ્વર રાજપીપલા નેત્રંગ જેવા મથકો સાથે જોડે છે.નગરના ચાર રસ્તા પર થોડા વર્ષો પહેલ‍ા સીસી ટીવી કેમેરા ની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ હતી.ચોવીસ કલાક વાહનોની ભરમાર થી ધબકતી રહેતી રાજપારડી ની ચોકડી પર કાયદો વ્યવસ્થા ની જાળવણી માટે તેમજ અકસ્માત કરીને ભાગી જતા વાહનોને ઝડપવામાં પોલીસને મદદરૂપ થાય તે માટે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.ચારે દિશાઓને આવરી લે તે રીતે ચાર કેમેરા ચોકડી ની મધ્યમાં ગોઠવવામાં આવ્યા હતા.આ કેમેરા થોડો સમય ચાલુ રહ્યા બાદ બંધ થઇ જતા ખર્ચો કરીને ઉભી કરેલી સવલત શોભાના ગાંઠીયા જેવી બની જવા પામી હતી.રાજપારડી નગરના ચાર રસ્તા સવારથી સાંજ સુધી માણસોની ચહલ પહલ થી ધબકતા રહેછે.તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ પણ આ ચાર રસ્તા પરથી પસાર થાયછે અને બોડેલી છોટાઉદેપુર તરફના તેમજ સ્થાનિક વાહનોની આવનજાવન થી ચોવીસ કલાક આ ચોકડી ધબકતી રહેછે.ઘણીવાર ચોકડી નજીક વાહન ઉઠાંતરી ના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે.ત્યારે રાજપારડી નગરના ચાર રસ્તા પર બંધ પડેલ‍ સીસી ટીવી કેમેરા ની સુવિધા પુન: ચાલુ કરાય તે માટે સામાજીક કાર્યકર ગુલામહુશેન ખત્રી એ મુખ્યમંત્રીને પત્ર લખી આ કેમેરા પુન: ચાલુ કરાવવા વિનંતી કરી છે.રાજપારડી નગરની ગણના ભરૂચ જિલ્લાના એક આગળ પડતા વેપારી મથક તરીકે થાય છે.ત્યારે ચોકડી પરના આ બંધ કેમેરા ચાલુ કરાય તો પોલીસ ને મદદરુપ થઇ શકે તેમ છે.તેથી નગરની ચોકડી પરની આ સુવિધા પુન: કાર્યરત કરાય તો નગરની જનતાને એક ઉમદા સવલત મળી શકે

Advertisement

Share

Related posts

નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ…

ProudOfGujarat

રામેશ્વરથી અયોધ્યા તરફ જતા રામ રાજ્ય રથયાત્રાનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના પડાલ ગામે પશુપાલન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!