Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી પોલીસે લોકડાઉન ભંગ અંતર્ગત કુલ ૧૭૮ વાહનો ડિટેઇન કર્યા.

Share

ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે સ્થાનિક પોલીસે લોકડાઉનના નિયમોના ભંગ અંતર્ગત તેમજ છુટછાટના સમય બાદ બિનજરૂરી બહાર ફરતા લોકોની અત્યાર સુધી કુલ ૧૭૮ જેટલી મોટરસાઇકલો ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.મળતી વિગતો મુજબ તે પૈકી અત્યાર સુધી ૧૫૬ જેટલી બાઇકોને છોડતા કુલ ૨ લાખ ૪૬ હજાર રૂપિયા જેટલી દંડની રકમ વસુલવામાં આવી છે. રાજપારડી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરાવાયો છે. ત્યારે જનતાએ પણ જાહેરનામ‍ા મુજબ નિયમોનું પાલન કરવાનું હોય છે.પરંતુ કેટલાક લોકો બિનજરુરી બહાર નીકળતા હોઇ,પોલીસ દ્વારા પગલા ભરાતા હોય છે. રાજપારડી પોલીસે પણ લોકડાઉનના નિયમોનો કડક અમલ કરાવતા લોકડાઉનના નિયમોના ભંગ અંતર્ગત તેમજ છુટછાટના સમય બાદ નગરમાં બિનજરૂરી ફરતા અને આંટાફેરા કરતા લોકોની કુલ ૧૭૮ જેટલી બાઇકો ડિટેઇન કરી હતી. ત્યારબાદ દંડ વસુલીને જેતે વાહનોને મુક્ત કરવાની સુચના મળતા તે અંતર્ગત પોલીસે કુલ ૧૫૬ જેટલી બાઇકોને દંડ વસુલીને છોડી હતી. જેમાં અત્યાર સુધી કુલ ૨ લાખ ૪૬ હજાર રૂપિયાની દંડની રકમની આવક થવા પામી હતી. ઉલ્લેખનીય છેકે અગાઉ વડોદરા રેન્જ આઇ.જી.અને ભરૂચ જીલ્લા એસ.પી.એ.રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ.જયદિપસિંહ જાદવે લોકડાઉન અંતર્ગત કરલી કામગીરીને આવકારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં ધોળાકુવા ગામે પોટલીઓ લાવી આપવા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો.

ProudOfGujarat

વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે 210 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ, વરસાદમાં પાણી શોષાય તેવા ઘાસનો ઉપયોગ, જુઓ અન્ય વિશેષતા.

ProudOfGujarat

નેત્રંગમાં સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!