Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે જમરુખ તોડવા ચઢેલા યુવાનને કરંટ લાગતા કરુણ મોત.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે નેત્રંગ રોડ પર રહેતા તુષારકુમાર પ્રકાશભાઇ પંચાલ નામના યુવાનનું આજરોજ સવારે દસ વાગ્યાના અરસામાં વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યુ હતું.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર રાજપારડીના નેત્રંગ રોડ પર રહેતો અને હાર્ડવેરનો વ્યવસાય કરતો ૩૬ વર્ષીય તુષારકુમાર પ્રકાશભાઇ પંચાલ નામનો યુવાન આજે સવારે ઘર નજીક આવેલ જમરુખના ઝાડ પરથી ફળ તોડવા ઉપર ચઢ્યો હતો,ત્યારે પસાર થતી વીજ લાઇનોને અડી જતા યુવકને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો.વીજ કરંટ લાગતા સખત રીતે દાઝી ગયેલા આ યુવકને તરત જ અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.યુવકના મૃતદેહનું અવિધા દવાખાના ખાતે પી.એમ.કરવામાં આવ્યું હતું.યુવકના મોતના સમાચારથી નગરમાં ગમગીની ફેલાવા પામી હતી.ઉલ્લેખનીય છે કે મુળ ઝઘડીયાનો રહીશ તુષાર પંચાલ નામનો બે સંતાનોનો પિતા એવો આ યુવાન વર્ષોથી રાજપારડી રહેતો હતો અને નેત્રંગ રોડ પર હાર્ડવેરનો વ્યવસાય કરતો હતો.યુવકના કરુણ મોતની જાણ થતાં તેના સગા સંબંધીઓમાં શોક ફેલાવા પામ્યો હતો.આ ઘટના અંગે મૃતકના ભાઇ ગૌરાંગ પ્રકાશભાઇ પંચાલ રહે.ઝઘડીયા જિ.ભરુચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ખોડંબા જુમાવાડી માર્ગ પર મોપેડ સ્લીપ થઈ જતા યુવકનું મોત નીપજ્યું

ProudOfGujarat

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

ProudOfGujarat

ગોધરા : સાવન કૃપાલુ રૂહાની મિશન સાથે સંકળાયેલા સેવાદારોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!