તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે ત્યારે કોરોનાને વધતો અટકાવવા ૨૧ દિવસની દેશ વ્યાપી તાળાબંધીનો હાલ અમલ ચાલી રહ્યો છે.ઠેરઠેર પોલીસ દ્વારા આ લોકડાઉનનો અમલ કરાવવા તકેદારીના રુપે કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.લોકોએ છુટછાટ અપાયેલા સમય દરમિયાન જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળવું પડે છે.ત્યારે જનતા માસ્કનો ઉપયોગ કરે તે હિતાવહ ગણાય.ભરૂચ જિલ્લાના રાજપારડી ગામે પોલીસ અને સામાજીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ૯૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું.રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવે જણાવ્યું કે કોરોનાથી બચવા જનતાએ પોલીસને તેની કામગીરીમાં પુરો સહયોગ આપવો જોઇએ.તેમજ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવુ જોઇએ.અને કલમ ૧૪૪ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવો જોઇએ જેથી પોલીસને તેની કામગીરીમાં સરળતા પ્રાપ્ત થાય.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.