Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડીમાં ૯૮ અને ઉમલ્લામાં ૪૨ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. .

Share

કોરોના વાયરસના વધી રહેલા ફેલાવા પર અંકુશ મુકવા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાતા તેના અમલ માટે તંત્ર દ્વારા કડક પગલા ભરાઇ રહ્યા છે.સામાન્ય સંજોગોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જનતાને મળી રહે તેમાટે સવારના 8 થી ૧૨ જેટલા સમય દરમિયાન આ વસ્તુઓની દુકાનો ખુલતી હોય છે.જોકે છુટછાટ અપાયેલા આ સમય બાદ પણ કેટલાક ઇસમો ખાલી ટહેલવા વાહનો લઇને નીકળી પડતા હોવાનું ચાલુ રહેતા પોલીસ દ્વારા બિનજરૂરી વાહનો લઇને નીકળી પડતા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.તે અંતર્ગત ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે અત્યારસુધીમાં સુધીમાં ૯૮ જેટલા નાનામોટા વાહનો અટકાવીને ડિટેઇન કર્યા હતા.જ્યારે ઉમલ્લા પોલીસે ૪૨ જેટલા વાહનો લોકડાઉનના ભંગ બદલ અટકાવીને ડિટેઇન કર્યા હતા.પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને જાહેરનામાનો ભંગ કરતા કેટલાક ઇસમો સામે ગુના નોંધ્યા હતા.કોરોના વાયરસથી બચવા દરેક માણસે બીજાથી અંતર જાળવવાનું હોય છે.ત્યારે છુટછાટના સમયે વિવિધ સ્થળોએ ભીડ ના થાય તે માટે પણ જરુરી તકેદારી જનતાએ રાખવાની હોય છે.આજે સોશિયલ મિડીયાનો વ્યાપ વધ્યો છે ત્યારે સોશિયલ મિડીયાની પોસ્ટો દ્વારા લોકોને જરુરી સમજ પણ અપાતી હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વલસાડનાં ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBS ની ધરપકડ : બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

મહિસાગર LCBએ રાજ્યમાં ચોરી કરતી ગેંગના ચાર ધાડપાડુ ઝડપી પાડ્યા.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નીમીષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવા સામે માંગરોળમાં બી.ટી.પી. ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!