ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભાઇબીજના દિવસે સાંજે કમોસમી વરસાદ વરસતા સરીસૃપ વર્ગના પ્રાણીઓ બહાર દેખાવા લાગ્યાછે.રાજપારડી નજીકના સારસા ગામે સામાજીક વનીકરણ નર્સરીમાં એક મકાનમાંથી અંદાજીત 7 ફુટનો તેમજ 14 કીલોગ્રામ વજન ધરાવતો અજગર નજરે પડતા વનવિભાગ દ્વારા સલામત રીતે પકડી લેવાયો હતો. જ્યારે અન્ય ઘટનામાં રાજપારડી તરફથી નેત્રંગ ના માર્ગ પર આવેલા સારસા ડુંગર નજીકથી અત્યંત ઝેરી મનાતો રસેલ વાઇપર જાતનો અંદાજે 4 ફુટ લાંબો સાપ પણ ઝડપાયોછે. ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.વિજય ભાઇ તડવી,સામાજીક વનીકરણ વિભાગના આર. એફ.ઓ.એમ.બી.નિનામાના માર્ગદર્શન હેઠળ સેવ અેનીમલ ટીમના કમલેશ વસાવા,દિપક વ્યાસ,તેમજ તેમના સહયોગી રાજપારડીના રવિન્દ્ર વસાવા અને વનવિભાગ રાજપારડીના ફોરેસ્ટર હેમંત કુલકર્ણીએ બન્ને સરીસૃપોને ઝડપી પાડવા ઝહેમત ઉઠાવી હતી.વધુમાં વનવિભાગ માંથી મળતી વિગતો મુજબ બન્ને સરીસૃપોને સલામત રીતે વન વિસ્તારમાં મુકત કરવામાં આવશે.
ચોમાસું માહોલ અંતર્ગત રાજપારડી પંથકમાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ દેખાય છે સારસા ગામ પાસે અજગર દેખાતા વનવિભાગની ટીમે સલામત રીતે પકડી લીધો.
Advertisement