વિશ્વ વ્યાપી કોરોના વાયરસે ભારતમાં પણ તેની અસર બતાડી છે.ત્યારે રાજ્ય બહાર જઇને આવેલા ઘણા ઇસમોને સરકારી નિયમ મુજબ ઘરોમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવતા હોય છે.તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજ એટલેકે કે મુખ્યાલયમાં ધાર્મિક સંમેલનમાં ગયેલા કેટલાક લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જણાતા સરકારી તંત્ર ચોંકી ઉઠ્યુ હતુ.બાદમાં આ વિસ્તારની કેટલા લોકોએ મુલાકાત લીધી છે તેની તપાસ કરતા ગુજરાતમાંથી પણ કેટલાક લોકોએ કોઇ કારણસર નિઝામુદ્દિન વિસ્તારની મુલાકાત લીધી હતી તેની જાણ થતાં તંત્ર દ્વારા જેતે ઇસમોની કોરોના અંતર્ગત તપાસ શરુ કરવામાં આવી છે.બાદમાં રાજપારડીના કેટલાક મુસ્લિમ સમાજના ઇસમોએ થોડા દિવસો અગાઉ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લીધી હોવાનું તંત્રની જાણમાં આવતા આ લખાય છે ત્યાં સુધી રાજપારડીના તેર અને ભાલોદના એક મળી કુલ ચૌદ ઇસમોના પરિવારોને ઘરોમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.લોક ચર્ચા મુજબ જાણવા મળ્યા મુજબ રાજપારડીના જે ઇસમોના પરિવારોને ક્વોરન્ટાઇન કરાયા છે તે ઇસમો થોડા દિવસો અગાઉ દિલ્હી ખાતે નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહના દર્શને ગયા હતા.નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબ્લીગી મરકજ સાથે તેમને કોઇ કનેક્શન નથી એમ પણ જાણવા મળ્યુ છે.જોકે તેઓએ નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લીધી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તેઓના પરિવારોને ઘરોમાં ક્વોરન્ટાઇન કરાયાછે.પ્રાપ્ત છે.પ્રાપ્ત માહિતી મુજબ આ ઇસમોને દિલ્હીની મુલાકાત બાદ રાજપારડી પરત આવ્યે થોડા દિવસો વીતી ગયા છે અને આ ઇસમો તંદુરસ્ત હોવાની વિગતો પણ જાણવા મળી છે.પરંતુ નિયમાનુસાર ક્વોરન્ટાઇન હેઠળ રખાયા છે. દિલ્હી ખાતે નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી મરકજ પર યોજાયેલા ધાર્મિક સંમેલનમાં ગયેલા કેટલાક ઇસમોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યુ હતુ.બાદમાં આ વિસ્તારની મુલાકાત કોણે કોણે લીધી હતી તેની તપાસ થતાં રાજપારડીના કેટલાક મુસ્લિમ ગૃહસ્થો પણ અન્ય કારણોસર દિલ્હી ગયા હતા એમ જાણવા મળતા પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દિલ્હીથી પરત આવેલા રાજપારડીના આ ઇસમોના ઘરોને ક્વોરન્ટાઇન હેઠળ મુકાયા હતા.જોકે પ્રાપ્ત માહિતી મુજબ આ ઇસમો દિલ્હીની તેમની મુલાકાત દરમિયાન નિઝામુદ્દીન વિસ્તારમાં હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહના દર્શનાર્થે ગયા હતા.અને આ પૈકી કેટલાકનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યુ કે દિલ્હી ખાતેની તેમની મુલાકાત વખતે તેઓ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહના દર્શન માટે ગયા હતા અને ત્યાં ફક્ત જુજ સમય માટે રોકાયા હતા.અને હાલમાં ચર્ચામાં આવેલા તબ્લીગી જમાતના મરકજ સાથે તેમનુ કોઇ કનેક્શન નથી.વધુમાં આ ઇસમો અને તેમના પરિવારો શારિરીક રીતે સ્વસ્થ છે અને તેમને દિલ્હીથી રાજપારડી પરત આવ્યે દિવસો વીતી ગયા છે.જોકે તેમની દિલ્હીની મુલાકાતના લોકેશન અંતર્ગત તેમને સરકારી નિયમ મુજબ ક્વોરન્ટાઇનમાં રખાયા છે.આ ઉપરાંત બીજા પણ દિલ્હીની મુલાકાતે ગયેલ પરિવારોને પણ તકેદારીના રુપે હોમ ક્વોરન્ટાઇન કરાય એમ જાણવા મળ્યું છે.હાલ ક્વોરન્ટાઇન હેઠળ લેવાયેલા જે ચૌદ ઇસમોના નામ જાણવા મળ્યા છે તેમાં:રાજપારડીના આશીફ ઇબ્રાહિમ ખત્રી,શેખ અખ્લાક ઇકબાલભાઇ, પટેલ મુબારક ઇસ્માઇલભાઇ, શેખ રશીદભાઇ ગુલામહુશેન, પટેલ સોયેબ દાઉદભાઇ, તલાટી મુનાફ મકબુલભાઇ, પટેલ મહંમદઝુબેર ઉસ્માનભાઇ, પટેલ મોંહમદફારુક અલીમુદ્દિન, મન્સુરી જુનેદભાઇ મહંમદભાઇ, ખત્રી રીઝવાનભાઇ યુસુફભાઇ, પટેલ ગુલામનબી મહંમદભાઇ, મલેક સીરાજભાઇ રસુલભાઇ, ખોખર મોહંમદતન્વીર ઝફરુલ્લા અને ભાલોદના મહંમદરહીશ જાનુભાઇનો સમાવેશ થાય છે.ઘરોમાં ક્વોરન્ટાઇન હેઠળ રખાયેલા આ ચૌદ પરિવારના સભ્યોની કુલ સંખ્યા અંદાજે ચોર્યાસી જેટલી હોવાનું જાણવા મળ્યું છે.દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી મરકજ પર ધાર્મિક સંમેલનમાં ભેગા થયેલા કેટલાક ઇસમોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વિસ્તારની મુલાકાત લેનારા અન્ય નાગરીકોની પણ તપાસ કરવામાં આવી હતી.તેમાં રાજપારડીના જે ઇસમોએ દિલ્હીની મુલાકાત લીધી હતી તેમના પરિવારોને ક્વોરન્ટાઇન હેઠળ મુકાયા છે.આ ઇસમો રાજપારડી ગામે રેડીમેઇડ કટલરી ફુટવેર જેવા નાનામોટા ધંધા કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે.જોકે પ્રાપ્ત માહિતી મુજબ ક્વોરન્ટાઇન હેઠળ રખાયેલા પરિવારોના સભ્યો શારિરીક રીતે સ્વસ્થ છે.પરંતુ નિયમ મુજબ ઘરોમાં ક્વોરન્ટાઇન હેઠળ રખાયા છે.પોલીસ અને આરોગ્ય ટીમે જરુરી કામગીરી કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડીમાં દિલ્હી જઇને આવેલ ૧૫ ઇસમોના પરિવારોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા.
Advertisement