Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ચાર રસ્તા પર નિયમોનો ભંગ કરતા ૧૧ જેટલા વાહનો ડિટેઇન કરાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે લોકડાઉનનો ભંગ કરતા વાહનચાલકો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આવા વાહનચાલકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.કોરોના વાયરસના વધી રહેલા વિશ્વવ્યાપી ફેલાવાને લઇને સમગ્ર ભારતમાં ૨૧ દિવસની તાળાબંદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.ત્યારે આ લોકડાઉનની કરફ્યુ જેવી સ્થિતિમાં પણ નિયમો જાળવવાને બદલે ઘણા લોકો બિનજરૂરી નાનામોટા વાહનો લઇને નીકળી પડતા હોવાની વ્યાપક ફરિયાદો જણાય છે.રાજપારડી પોલીસના ધ્યાને આ વાત આવતા પીએસઆઇ જાદવ અને પોલીસ જવાનો દ્વારા નગરના ચાર રસ્તા પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.આ દરમિયાન આડેધડ નિયમોનો ભંગ કરી તાળાબંધી હોવા છતાં ચાર રસ્તા પરથી જઇ રહેલા નાના-મોટા ‍૧૧ જેટલા વાહન ચાલકોને અટકાવીને ગુનો દાખલ કરીને આ વાહનો ડિટેઇન કરાયા હતા.પોલીસના જણાવાયા મુજબ હવે આરટીઓ કચેરી ખુલશે ત્યાં સુધી આ વાહનો પોલીસના જાપ્તામાં રહેશે.પોલીસ કાર્યવાહી અંતર્ગત ડિટેઇન કરાયેલા આ વાહનોમાં બાઇકો ઉપરાંત ફોર વ્હીલ ગાડીઓનો સમાવેશ થાય છે.ત્યારે જેમના વાહનો ડિટેઇન થયા તે વાહનચાલકો પસ્તાવો કરતા જણાયા હતા કે લોકડાઉનનો ભંગ ના કર્યો હોત તો સારુ થાત! પોલીસની આ કડક કાર્યવાહીને પગલે નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં સન્નાટો ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં વેસુમાં કાપડ વેપારીના ઘરમાંથી દાગીનાની ચોરી કરી ચોર ફરાર

ProudOfGujarat

કોરોના વોરિયર્સ વિષય પર યોજાયેલ વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલતા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ.

ProudOfGujarat

મોરવા હડફ પોલીસે એસ્ટીમ કારમાથી દારુનો જથ્થો પકડી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!