કોરોના વાયરસના વધી રહેલા વ્યાપથી તંત્ર દ્વારા ઠેરઠેર તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરમાં પણ તકેદારીના પગલા રૂપે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના અન્ય ધંધાઓ ૩૧ મી માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.રાજપારડીના પી.એસ.આઇ જે.બી.જાદવનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ કે અનાજ, કરિયાણુ, દુધ, દવાઓ અને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે આ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે.જ્યારે અન્ય ધંધાઓ ૩૧ મી માર્ચ સુધી બંધ રખાશે.ઉપરાંત તકેદારીના અન્ય પગલા રૂપે ચાર માણસથી વધુ એકઠા થવુ નહિં એમ પણ જણાવાયું છે.આનો ભંગ કરનાર પર કલમ ૧૪૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.ઉપરાંત રાજપારડી નગર તેમજ અન્ય ગામડાઓની જનતાએ માસ્કનો ઉપયોગ કરવો તેમ અનુરોધ કરાયો છે.કોરોના વાયરસના આક્રમણથી બચવા જનતા જાગૃતતા રાખે અને તેને લગતા જરૂરી નિયમોનું પાલન કરે એવો અનુરોધ કરાયો છે.રાજપારડી પંથકમાં આરોગ્ય ટુકડીઓ દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરાઇ રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ