હુઝૂર શૈખૂલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયાં ઝઘડિયા તાલુકામાં ત્રણ દિવસની મુલાકાતે પધાર્યા છે.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હઝરત શૈખૂલ ઇસ્લામ તેમની ચારદિવસની મુલાકાતના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલીની મુલાકાતે આવ્યા છે.આજરોજ બપોરના હુજૂર સૈયદ મદની મિયાંનું આગમન થતાં ઉપસ્થિત અનુયાયીઓની હાજરીમાં હઝરતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપારડી ચોકડી ઉપર તેઓના સ્વાગત માટે મોટુ માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. રાજપારડીમાં હઝરતનું આગમન થતા તેઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ.રાજપારડી ચોકડીથી તરસાલી સુધી બાઇક અને ગાડીઓના કાફલા સાથે હઝરતની શોભા યાત્રા નીકળી હતી. હજરતના દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હજરતના દર્શનથી લોકોએ ધન્યતા અનુભવી હતી હઝરતે સહુના અમન અને ખયરોબરકતો માટે દુઆઓ માંગી હતી.આગામી ચાર દિવસ સુધી આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે.શ્રધ્ધાળુઓ માટે 20-22 તારીખના રોજ શૈખૂલ ઇસ્લામના મુરીદ અને તાલિબ(શિષ્ય) બનવા માટે પણ વિશેષ સમયનું આયોજન કરવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, 2011માં યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બાદ લાંબા સમયે સૈયદ મદનીબાવા પુનઃ પધારતા લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટની તરસાલી અને રાજપારડી શાખાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ