Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારત બંધના એલાનને પગલે રાજપારડીના કેટલાક વિસ્તારોએ સજ્જડ બંધ પાળ્યો

Share

સીએએ-એનઆરસીના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને ઝધડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ સમર્થન મળ્યું હતુ.નગરના ચાર રસ્તાથી રેલ્વે ફાટક સુધીના વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. ઉપરાંત ભાલોદ રોડ, મેઇન બજાર,રાજપીપળા રોડ,ઝધડીયા રોડ તેમજ નેત્રંગ રોડ પર પણ ઘણા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દેશમાં સીએએ અને એનઆરસી ને લઇને ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે વિવિધ સંગઠનો દ્વારા તા.૨૯ જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન અપાતા આજે સોશીયલ મિડીયા પર ગુજરાતમાં પણ બંધની અસર જોવા મળી હોવાના અહેવાલો દેખાયા હતા.તા.૨૯ જાન્યુઆરીના ભારત બંધના અપાયેલા એલાનને પગલે બંધના સમર્થનમાં રાજપારડી નગર પણ જોડાયું હતું.ચાર રસ્તાથી રેલ્વે ફાટકનો વિસ્તાર મોટાભાગે બંધની અસર હેઠળ દેખાયો હતો.નગરના મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા સંપુર્ણપણે બંધ રાખીને બંધને સમર્થન આપ્યુ હતુ.ચાર રસ્તાથી રેલવે ફાટક વચ્ચેનો વિસ્તાર નગરના હાર્દ સમો વિસ્તાર ગણાય છે.આ વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહેવા પામી હતી.જ્યારે નગરના અન્ય બજારોમાં પણ ઘણા ધંધાર્થીઓએ પોતાના રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ.બંધને સમર્થન આપતા ધંધાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે બંધ પાળી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વહેલી સવારથી નગરમાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.જોકે નગરની શાંતિપ્રિય જનતાએ બંધ દરમિયાન શાંતિ અને ભાઇચારાની ભાવનાને જાળવી રાખીને તંત્રને પુરો સહયોગ આપ્યો હતો.ભારત બંધના એલાનને પગલે રાજપારડીના મોટાભાગના વેપારીઓ બંધ પાળવાના હોવાની વાત ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઇ હોઇ નગરમાં આજે ગ્રામ્ય જનતાની હાજરી નહિવત જણાતી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ગોધરા પાલિકાનાં સભ્ય ઈલ્યાસચાંદાએ પાલિકાને લેખિત રજુઆતમાં શું કહ્યુ જાણો…

ProudOfGujarat

ભરૂચ : કિશનાડ ગામે કોરોના અંગે લોક જાગૃતિ માટે યુવાઓએ અભિયાન શરૂ કર્યું.

ProudOfGujarat

જંબુસર હાજી કન્યાશાળાનું ગૌરવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!