Proud of Gujarat
FeaturedGujaratINDIA

એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી મા  બિબન  ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી બિબન ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા ગત વર્ષમાં ધોરણ 1 થી 10 માં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સાનિયાબાનુ ગરાસીયાએ તિલાવતે કુરાનથી અને ધોરણ નવની વિદ્યાર્થીઓને પ્રાર્થનાથી કરી હતી ધોરણ ૧ થી ૪ ની વિદ્યાર્થીનીઓએ મહેમાનોનું સ્વાગત કરતા સ્વાગત ગીત રજુ કરી હાજર જનોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.આચાર્ય મલેક મહમદ સિદ્દીકે મહેમાનોના પરિચય સાથે પુષ્પ ગુચ્છો અર્પણ કર્યા હતા. બિબન ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી અબ્દુલ્લા તલાટી સાહેબે ટ્રસ્ટનો ઉદ્દેશ અને સેવાની ઝાંખી કરાવી વિસ્તૃત પરિચય આપ્યો હતો. કોમના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કોટિની સિદ્ધિ હાંસલ કરવા આહવાન કર્યું હતું. સંસ્થાના આદ્યસ્થાપક હાજી ગુલામ ભાઈ એ રોકડ રકમ આપી પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા.પ્રમુખ ઈબ્રાહીમ મહમદ શેઠ(બચુ શેઠ) રાજપારડી નૂરાની હાઇસ્કુલ અને ઝઘડિયાની મદ્રેસા ઇસ્લામિયા હાઈસ્કૂલને 25000 નો ચેક અર્પણ કર્યો હતો તથા નૂરાની હાઈસ્કૂલમાં દસ પંખા અને કુલર મુકવાની પણ જાહેરાત કરી હતી મોટી સંખ્યામાં હાજરજનો નો આચાર્ય સિદ્દીક સાહેબે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની પુર્ણાહુતી કરેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણગણ એ કર્યું હતું દરેક વિદ્યાર્થીઓને  શિક્ષણ કીટ ભેટ આપવામાં આવી હતી. સમાજના અગ્રણી હાજી મુનાફભાઈ ખત્રી, હાજી અબ્દુલ ભાઈ ખત્રી ઇકબાલખાન રાઠોડ, મુનીર ભાઈ ખોખર વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2016માં નોંધાયેલ ગુનાના આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

નક્સલીઓએ વડોદરાની યુવતીઓને રોકી, ઉદ્દેશ્ય જાણીને માનથી છોડી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!