Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે મદ્રેસાના બાળકોનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્સો યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે મદ્રેસાના બાળકોનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્સો યોજાયો હતો.આયોજિત કાર્યક્રમમાં જુમ્મા મસ્જિદ મદ્રેસા, વાજા શોપીંગ મદ્રેસા અને પટેલ નગર મદ્રેસાના બાળકોને ત્રણેય મદ્રેસા દીઠ અલગ અલગ ત્રણ વિભાગો અંતર્ગત દરેક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. મૌલાના સાદીક સાબરી- દયાદરાએ પ્રસંગોચીત વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતાઓને ઇસ્લામના આદેશ મુજબ સાચા રસ્તે જીવન જીવવાની શીખ આપી હતી.આ પ્રસંગે રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજબાપુ ,રાજપારડી મસ્જિદોના ઇમામો, ગામ અગ્રણીઓ તેમજ મુસ્લિમ બિરાદરોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વડિલોએ બાળકોને માર્ગદર્શન આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ને.હા 48 પર બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રન..

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજી વિરોધ કર્યો

ProudOfGujarat

અનાજ ઉપર જીએસટી વધારવાના વિરોધમાં રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!