Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે સુરક્ષા સેતુ રથ દ્વારા નિદર્શન યોજાયું.

Share

ભરૂચ જીલ્લાના રાજપારડી નગરમાં આવેલા ચાર રસ્તા તેમજ શાળામાં સુરક્ષા સેતુ રથ દ્વારા એક નિદર્શન યોજવામાં આવ્યુ હતુ. સુરક્ષા સેતુ રથ નગરમાં આવતા નગરજનો તેમજ શાળાના શિક્ષકો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં કરાયું હતુ. વડોદરા રેન્જ આઇ.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મોહનસિંહ.પી.સિસોદીયા દ્વારા ગામના લોકો તેમજ ધનલક્ષમી પન્નાલાલ શાળાના વિધ્યાર્થીઓને સુરક્ષા અંગેની માહિતી આપી હતી અને 181 મહિલા હેલ્પ લાઇન નંબર વિષે વિસ્તૃત જાણકારી આપી.વધુમાં અજાણી વ્યક્તિઓ દ્વારા પીણા,બિસ્કીટ જેવી કોઇ ખાણી પીણીની વસ્તુઓ લેવાનુ ટાળવુ જોઇએ,લોભામણા ઇમેલ કે એસ.એમ.એસ.નો કોઇ રિપ્લાય આપવો નહિ,મોબાઇલ ફોન પર લીંક દ્વારા રૂપિયા જમાં થયા તેવા મેસેજો પર ધ્યાન આપવુ નહિ,ઓનલાઇન સાઇટ પરથી જુની પુરાણી વસ્તુઓ પાકા બીલ વગર ખરીદવી નહિ,એ.ટી.એમ.તેમજ ઓનલાઇન બેંકિંગના પાસવર્ડ જાહેર કરવા નહિ ,તેવી લોકોની સુરક્ષાને લગતી માહિતી સુરક્ષા સેતુ રથમાં બેસાડેલ એલ.ઇ.ડી.સ્ક્રીનમાં બતાડવામાં આવી. સુરક્ષા સેતુ રથની ટીમના ઓપરેટર બારીયા ઠાકોરસિંહ,બારીયા હિતેશ કુમાર,બારીયા હરિસિંહએ સુરક્ષા સેતુ રથના નિદર્શનમાં મહેનત કરી હતી.નાગરીકોએ સુરક્ષાને લગતી જાણકારી ઉત્સાહ અને રસથી મેળવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement


Share

Related posts

સાવલી એસ્સાર પેટ્રોલ પમ્પ ના મેનેજર નું સાવલી નર્મદા કેનાલ માં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

નારેશ્વર ચોકડી પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર એક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!