Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી ચાર રસ્તા નજીક કવાંટના ઇસમની લાશ મળી ઠંડીના કારણે મોત થયાનુ અનુમાન .

Share

ભરૂચ જીલ્લાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીકથી એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.રાજપારડી પોલીસને ધટનાની જાણ થતાં પોલીસે ધટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે પહોંચતો કર્યો હતો.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્‍ત વિગતો અનુસાર નગરના ચારરસ્તા નજીકના બેંક એ.ટી.એમ.પાસે એક ઇસમનો મૃતદેહ પડેલો છે તેવી માહિતી મળતા પોલીસે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે મરણ પામનાર ઇસમનુ નામ શેખ મુસ્તાક ગુલામ અને કવાંટ જીલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક રાજપારડીમાં છુટક કામકાજ કરીને જીવન ગુજારો કરતો હતા અને રાત્રે બહાર કોઇ જગ્યાએ સુઇ જતા હતા બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જણાય છે અને ઠંડીના કારણે અથવા કુદરતી રીતે ઇસમનુ મોત થયુ હોવાનુ અનુમાન કરાય છે.વધુમાં જાણવા મળ્યા મુજબ રાજપારડીના કેટલાક સેવાભાવુ વેપારીઓ દ્વારા મૃતકના પુત્રને જાણ કરવામાં આવી છે. રાજપારડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા વચ્ચે એક જ સીએનજી પંપને લઇને હાલાકી.

ProudOfGujarat

ઉમરપાડાનાં ગુલીઉમર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકે નોટબુક વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

માંડવી બીચ ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
error: Content is protected !!