Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

*૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને માટે મફત રસીકરણનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને મફત કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના ઉપક્રમે આ કાર્યક્રમ ત્રણ સ્થળોએ રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત કોમ્યુનિટી હોલ સુલતાનપુરા, પ્રાથમિક કુમાર શાળા સુલતાનપુરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા ખાતે તારીખ ૧ લી અને ૨ જી એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ તેનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે. આ કોરોના રસીકરણ કાર્યક્રમમાં કોઈપણ તાલુકા કે કોઇ પણ જીલ્લાની વ્યક્તિ આધારકાર્ડ દર્શાવીને ઝઘડિયા ખાતે કોરોનાનું રસીકરણ કરાવી શકે છે તેમ વધુમાં જણાવાયુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી


Share

Related posts

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

પુનીત પાલ, હેડ-ફિક્સ્ડ ઈન્કમ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ.

ProudOfGujarat

હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!