*ઝઘડિયા જીઆઈડીસી થી ટ્રકોમાં હરિયાણા મોકલાવેલ મટીરીયલ ઝઘડિયા પોલીસે રિકવર કર્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીની અસાઈ મોદી મટીરીયલ્સ નામની કંપની દ્વારા અંકલેશ્વરની બાલાજી ટ્રાન્સપોર્ટ ને મારુતિ સુઝુકી ગુડગાંવ હરિયાણાને મટીરીયલ પહોંચાડવા ઓર્ડર આપ્યો હતો. બાલાજી ટ્રાન્સપોર્ટ અંકલેશ્વર દ્વારા વડોદરાના સુપર સ્પીડ કાર્ગો કેરિયર્સના માલિક ભીમસિંહ યાદવનો સંપર્ક કરીને બે ટ્રકો મટીરીયલ ભરીને ઝઘડીયા થી હરિયાણા માટે રવાના કરવામાં આવી હતી.સુપર સ્પીડ કાર્ગોના માલિક ભીમસિંહ યાદવે તે મટીરીયલ વડોદરા ખાતેજ અટકાવી દઇ હરિયાણા સુધી પહોંચતું કર્યું ન હતું. અને બાલાજી ટ્રાન્સપોર્ટ ના માલિક અશ્વિન ગોયલને જણાવ્યું હતું કે તમારે હરિયાણા ટ્રાન્સપોર્ટ કંપનીને આપવાના નાણાં બાકી પડતા હોઇ, આપનો માલ રોકેલ છે. તમે બાકી નીકળતા પૈસા આપો તો તમારો માલ મોકલી આપીશ, તેમ જણાવ્યું હતું.જેથી બાલાજી ટ્રાન્સપોર્ટના માલિક અશ્વિન ગોયેલે ઝઘડિયા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસ દ્વારા ઝઘડિયા જીઆઈડીસીની અસાઈ મોદી કંપનીમાંથી હરિયાણા મોકલાવેલ મટીરીયલનો કબ્જો લઇને સુપર સ્પીડ કાર્ગો કેરિયરના માલિક ભીમસિંગ કુડીયારામ ગણેશ રામ યાદવ ઉંમર વર્ષ ૪૧ રહે. વલ્લભ ટાઉનશીપ, આજવા રોડ વડોદરાની અટકાયત કરીને તેને સબજેલમાં મોકલી આપ્યો હતો.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી