Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એક ઓટો રીક્ષામાં લઇ જવાતો શંકાસ્પદ અને ચોરીનો મનાતો ૨૦૦ લીટર ડીઝલનો જથ્થો પકડાયો હતો. પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરીને મુદ્દામાલ કબજે લીધો હતો.

વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જાદવ અને પોલીસ જવાનો રાજપારડીના નેત્રંગ રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ તરફથી આવતી એક ઓટો રીક્ષામાં ચાર પ્લાસ્ટિકના કાર્બાઓ જણાતા પોલીસે તપાસ કરતા તેમાં ૨૦૦ લીટર જેટલું ડીઝલ ભરેલુ જણાયુ હતુ. પોલીસે સાથે રહેલા ઇસમોની પુછપરછ કરતા કોઇ બીલ કે આધાર પુરાવા મળ્યા ન હતા. તેથી પોલીસે આ શંકાસ્પદ અને ચોરીના મનાતા ૨૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે કાદરખા અહમદખા પઠાણ રહે. નવી તરસાલી ત‍ા. ઝઘડીયા, ઇસ્માઇલ બસીર મલેક રહે.નવી તરસાલી તા.ઝઘડીયા અને ભાનુભાઇ લાલજીભાઇ વસાવા રહે. નવા માલજીપુરા તા.ઝઘડીયાને હસ્તગત કરીને ડીઝલ, ઓટો રીક્ષા તેમજ બે નંગ મોબાઇલ મળી કુલ રૂ.૬૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વલસાડમાં અસ્થિર મગજના ઈસમે નશામાં રાહદારી મહિલા ઉપર બાટલી વડે હુમલો કર્યો.

ProudOfGujarat

વાંકલ : પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ થયો હતો-સ્કૂલ દ્વારા મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો-સ્કૂલ ના આ પ્રકારના ફરમાન મુદ્દે સ્કૂલ ખાતે હિન્દૂ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!