ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં આંબાખાડી ગામે રહેતો નિતેષભાઇ કાંતિલાલ વસાવા નામનો યુવાન ઝઘડીયાની આગળ આવેલ બોરોસીલ નામની કંપનીમાં નોકરી કરે છે. આ યુવકે ગયા નવેમ્બર મહિનામાં અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામના એક ઇસમ પાસેથી રૂ.૩૫૦૦૦ માં એક મોટરસાયકલ લીધી હતી અને હજી ગાડી તેના નામ પર કરાવી ન હતી. તા.૩૧ ડિસેમ્બરનાં રોજ યુવકે સવારે પાંચેક વગ્યાના અરસામાં પોતાની બાઇક રાજપારડી જંગલખાતાની ઓફિસની પાછળ લોક કરીને મુકી હતી, અને પછી તે કંપનીની બસમાં નોકરીએ ગયો હતો. નોકરી પરથી પાછા આવ્યા બાદ રાજપારડી ગામે પોતાનુ અન્ય કામ પતાવીને મોટરસાયકલ લેવા ગયો તો મોટરસાયકલ જ્યાં મુકી હતી ત્યાં હતી નહિ. મોટરસાયકલ શોધવા છતા મળી નહિ તેથી મોટરસાયકલની ચોરી થયાની ખાતરી થવા પામી હતી. બાદમાં યુવક નિતેષ વસાવાએ રાજપારડી પોલીસમાં મોટરસાયકલ ચોરાયા બાબતે ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ