Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : બે દિવસ પૂર્વે સિમધરા પાસે બાઇક અકસ્માતમાં બે ઘાયલ યુવક પૈકી એકનું મોત.

Share

રાજપારડી નજીકના સિમધરા ગામે તા.૮ ના રોજ સાંજના 5:30 ના અરસામાં ધોરીમાર્ગ પર રાજપારડી તરફ જતા બે બાઇક સવાર યુવકોને બાઇકની આગળ કુતરુ આવી જતા બન્ને યુવકો નીચે ફંગોળાયા હતા.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા નો રહીશ રાકેશભાઇ ભલાભાઇ વસાવા અને દિપકભાઇ નામના બે યુવકો બાઇક પર રાજપારડી તરફ જતા હતા ત્યારે સિમધરા ગામ નજીક બાઇકની આગળ કુતરુ આડુ આવી જતા બન્ને નીચે ફંગોળાયા હતા.આ ઘટના જાણ રાકેશના પિતા ભલાભાઇ ધુળાભાઇ વસાવાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્ય‍ાં પહોંચ્યા બાદ જાણવા મળેલ કે રાકેશને ઇજાઓ થતાં તેને અવિધા સરકારી દવાખાને લઇ ગયેલ છે અને દિપકભાઇ ને ઝઘડીયા તરફ લઇ ગયા હોવાનું જણાયુ હતુ.બાદમાં ભલાભાઇએ અવિધા જઇને જોતા રાકેશભાઇને આગળ સારવાર માટે લઇ જવાની જરૂર જણાતા તેમને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.સારવાર દરમિયાન રાકેશભાઇનું કરુણ મોત નિપજ્યુ હતું .બાદમાં ભલાભાઇ ધુળાભાઇ વસાવા રહે.ઝઘડીયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે અકસ્માત સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રદુષણ ફેલાવતી કંપની સામે પગલા ભરવા ઝઘડિયાનાં ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો.

ProudOfGujarat

ગોધરા એનસીસી યુનિટ દ્વારા B અને C સર્ટિફીકેટની પ્રેકટીકલ પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!