Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ઓવરલોડ ગાડીઓ બાબતે ફરિયાદ કરનારને ધમકી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હરેશ મગનભાઈ પાટણવાડીયા ને ગતરોજ બાતમી મળી હતી કે ગોવાલી ગામની સીમમાં આવેલ નર્મદા નદીના કિનારે ધનરાજ ગંભીરભાઇ ઠાકોરની લીઝ પર થી ઓવરલોડ રેતી ભરી રોયલ્ટી વગરની ટ્રકો ગામના તળાવ તરફ આવે છે. હરેશ પાટણવાડીયાએ આ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગ, ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડીયા મામલતદાર ને ફરિયાદ કરી હતી. હરેશ પાટણવાડીયા ની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગ તથા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર જઇને ઓવરલોડ અને રોયલ્ટી વગરની મનાતી ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયાન લીઝ માલિકના ભત્રીજા નિતીન તથા કાંતિભાઈએ એક સંપ થઇને હરેશ પાટણવાડીને કહ્યુ હતુ કે તે કેમ ટ્રકો રોકાવી છે.? ગાડીઓ હટી જવા દે પછી તારું કરીએ છીએ. તેમ કહીને હરેશને માં બેન સમાણી ગાળો બોલી ને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપીને ઝઘડો કર્યો હતો. આ ઈસમો જતા જતા હરેશને કહેતા હતા કે આ વખતે તને જવા દઈએ છીએ પણ જો ફરી ગાડી રોકાવીશ તો તને જાનથી મારીશું, તેવી ધમકી આપી હતી. ત્યારબાદ નિતીન તથા કાંતિભાઈ વિ.એ હરેશના ઘરે જઈ તેની માતા તથા પત્નીને પણ ધમકી આપી હતી કે તમારે જીવવું હોય તો ઘર છોડીને જતા રહેજો. ઘટનાના બીજા દિવસે ગોવાલી ગામનો અલ્પેશ નામનો ઇસમ હરેશને શોપિંગ સેન્ટર ઉપર મળ્યો હતો અને તે પણ હરીશને જણાવતો હતો કે ગઈકાલે ટ્રકો કેમ પકડાવેલ છે? મારે લીઝમાં ભાગ છે, તેમ કહીને હરેશને ગમે તેમ ગાળો બોલીને ટાંટિયા ભાગી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. આ અંગે હરેશ મગનભાઈ પાટણવાડીયાએ (૧) નિતીન ઠાકોર(૨) કાંતિભાઈ ઠાકોર અને (૩) અલ્પેશ તમામ રહે ગોવાલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ProudOfGujarat

ભરૂચ કૃષિ કોલેજના આચાર્ય ડો. ડી.ડી. પટેલ અને વૈજ્ઞાનિક ડો. તુષાર પટેલનું રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં સન્માન કરાયું

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!