Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા નેત્રંગ વચ્ચે હરિપુરા પાટિયાં પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત

Share

*સુરતથી નેત્રંગ ક્વોરી પર જતી વખતે અકસ્માત સર્જાયો
સુરતથી નેત્રંગ નજીકની ક્વોરી પર કુટુંબના જમણવારના પ્રોગ્રામ માં જવા નીકળેલ ઇસમની કારને વાલિયા નેત્રંગ વચ્ચે હરિપુરા પાટિયાં પાસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગ સાઇડે ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં એકનું ઘટના સ્થળે મોત થયુ હતુ.વિગતો મુજબ કામરેજ તાલુકાના આંબોલી ગામે રહેતા મહેશભાઇ કરશનભાઇ અભંગીના બનેવીની પત્થરની ક્વોરી નેત્રંગ નજીક આવેલી છે. હાલ નવરાત્રીને લઇને ત્યાં કુટુંબનો જમણવારનો કાર્યક્રમ રાખેલ હોઇ, મહેશભાઇ તેમના મિત્રની ગાડી લઇને નેત્રંગ આવવા નીકળ્યા હતા.તેમની સાથે તેમના મિત્રો કરણભાઇ તથા મીતકુમાર પણ ગાડીમાં બેઠેલા હતા. તેઓ નેત્રંગ તરફ આવી રહ્યા હતા ત્યારે તા.૨૪ ના રાતના આઠ વાગ્યાના અરસામાં વાલિયા નેત્રંગ વચ્ચે હરિપુરા ગામના પાટિયાં પાસે મહેશભાઇએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોંગ સાઇડે ઝાડ સાથે અથડાતા ગાડીમાં બેઠેલ કરણભાઇને શરીર પર ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળે જ કરુણ મોત થયુ હતુ. જ્યારે મીતકુમાર અને મહેશભાઇને પણ ઇજાઓ થતાં તેમને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં આ બન્ને ઇજાગ્રસ્તો ને સારવાર હેઠળ રખાયા હતા. અકસ્માત ના આ બનાવ સંદર્ભે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ નંધાવા પામતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ : પર્યાવરણના થયેલ નુકસાન સામે ઔદ્યોગિક એકમો પાસે દંડ પેટે વસુલાત થયેલ રકમ પર્યાવરણના રક્ષણના હેતુથી અસરગ્રસ્ત વિસ્તારમાં વાપરવા માટેની પર્યાવરણવાદીની માંગણી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!