Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં માછલી મારવા ગયેલ રાજપારડીના યુવકને મગર ખેંચી ગયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુનાપોરા ગામ નજીક ગઇકાલે નર્મદામાં માછલી મારવા ગયેલ રાજપારડીના માધવપુરા ના દિનેશ વસાવા નામના ૩૫ વર્ષીય યુવકને મગર ખેંચી ગયો હતો. રાજપારડી પોલીસે સ્થાનિક અગ્રણીઓ અને તરવૈયાઓની મદદ લઇને નદીમાં લાપતા થયેલ યુવકને શોધવા કામગીરી હાથ ધરી હતી. રાજપારડી પોલીસ સ્ટેશનના અવિધા બીટના જમાદાર મંગુભાઇના જણાવ્યા મુજબ પોલીસે ત્રણ નાવડીઓ અને તરવૈયાઓની મદદથી યુવકને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી હજી યુવકનો કે તેના મૃતદેહનો કોઇ પત્તો લાગ્યો નથી.

ગુલામહુસેન ખત્રી:- રાજપરડી

Advertisement

Share

Related posts

મૂળ ભુજની મહિલાએ મલેશિયા રમતોત્સવમાં રજત ચંદ્રક મેળવ્યો..

ProudOfGujarat

પંચમહાલમાં લોકડાઉનનાં માહોલમાં વીજ પુરવઠો વધઘટની સમસ્યાથી જનતા હેરાન પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!