Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાલોદ નર્મદા નદીમાં તણાઇને આવેલો ૭૦ વર્ષના જણાતા માણસનો મૃતદેહ મળ્યો.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના નર્મદા તટે આવેલ ભાલોદ ગામે નર્મદાના પ્રવાહમાં તણાઇને આવેલો એક ૬૫ થી ૭૦ વર્ષના જણાતા વયસ્ક માણસનો મૃતદેહ મળી આવ્યો હતો.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજે સવારે કોઇએ નદીમાં તણાઇને આવેલ આ મૃતદેહ બાબતે રાજપારડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાસનો કબજો મેળવ્યો હતો.વધુમાં જાણવા મળ્યા મુજબ આ મૃતદેહ કોઇ સાધુ જેવા પુરુષનો હોવાનું જણાતુ હતુ.આ મૃતદેહ જર્જરિત હાલતમાં હોઇ સ્થળ પર જ તેનું પોસ્ટમોર્ટમ કરીને ભાલોદ મુકામે મૃતદેહ દફન કરાયો હતો.આ મૃતદેહ કોનો છે અને ક્યાંથી આવ્યો તે અંગે પોલીસ તપાસની વિધિ પુર્ણ થયા બાદ રહસ્ય ખુલશે એમ જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ ગોકુળઆઠમના મેળાની ભરૂચ નગરમાં તડામાર તૈયારીઓ શરૂ ..

ProudOfGujarat

અયોધ્યામાં ઘડાયું હતું સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું, પાકિસ્તાનથી મંગાવાયું હતું હથિયાર

ProudOfGujarat

ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!