Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા તળાવ નજીક આંગણવાડી અને મંદિર હોવાથી બાળકો અને જનતામાં ડર ગામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.

Share

ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતો હોવાથી ગ્રામજનો માં ભયની લાગણી જોવા મળી રહી છે.પ્રાંકડના નરેન્દ્રસિંહ રાજ ના જણાવ્યા મુજબ આંગણવાડી અને મંદિર તળાવની નજીકમાં હોવાથી બાળકો અને ગ્રામજનો માં ડર જોવા મળી રહ્યો છે.ઉપરાંત ગ‍ામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.આ વાનર જતા આવતા વાહનો પર કુદે છે.અને બચકા ભરવાના પ્રયત્ન પણ કરતો હોયછે.વનવિભાગ ને આ બંને બાબતોની જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા મગર તેમજ કપિરાજ ને પકડવા પીંજરા ગોઠવવામાં આવ્યા છે.પણ હજી સુધી બેમાંથી એક પણ પીંજર‍ામાં કોઇ પકડાયું નથી.વધુમાં જણાવાયા મુજબ આંગણવાડી અને મંદિર તળાવ ની નજીકમાં હોવાથી બાળકો અને ગ્રામજનો મગરના ભયથી નજીક જતાં ડરે છે.ઉલ્લેખનીય છેકે ચાલુ સાલે ચોમાસા દરમિયાન નર્મદા માં વ્યાપક પુરની સ્થિતિ સર્જાતા કિનારાના ગામો પણ પુરની અસર હેઠળ આવી ગયા હતા.ત્યારે પ્રાંકડ ના તળાવમાં દેખાતા મગર પણ નર્મદા ના ફેલાયેલા પાણી સાથે તળાવમાં આવી ગયા હોય એવી સંભાવના દેખાઇ રહીછે.ગમેતેમ હોય પરંતું તળાવમાં મગરની વસ્તી અનુભવતા ગ્રામજનો આ મગર તેમજ વાનર ના ડરથી ભયભીત બનેલા જણાય છે.તળાવમાં કદાચ એક કે તેથી વધુ મગર પણ હોઇ શકે.એવી ચર્ચા પણ દેખાઇ રહી છે.તોફાની કપિરાજ વાહનો પર કુદતો હોવાથી કોઇ વાર આ હુમલો જીવલેણ બની શકે એવી દહેશ ત પણ જણાઇ રહી છે.તેથી ગ્રામજનો ને મગર અને વાનર ના ત્રાસ થી બચાવવા અસરકારક પગલા ભરાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

માંગરોળ ઝંખવાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા 6 ઇસમો ઝડપી પાડયા

ProudOfGujarat

રાજપીપળા : લાછરસ ગામેથી આઠમનો જુગાર રમતા કુલ ૧૨ જુગારીયાઓને ૨.૬૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!