Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી નજીકના બોરીદ્રા ના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં સારસા બોરીદ્રા વચ્ચે માધુમતિ પર છલીયું બનાવી રોડ સુવિધા વિકસાવવા માંગ

Share

રાજપારડી
ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના સરકારી બોરીદ્રા ગામે ગામમાં જવાનો કોઇ કાયદેસર નો માર્ગજ નથી,એમ જાણવા મળ્યુ છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ગામ હજી કેમ કાયદેસરના માર્ગ ની સુવિધાથી વંચિત રહ્યું છે.આ ગામ સારસા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ ગામ છે.તેથી સરકારી બોરીદ્રા ના ગ્રામજનો એ અવારનવાર સારસા ગામે પંચાયત ના કામો માટે આવ જાવ કરવી પડે છે.અને આ માટે માધુમતિ ખાડી ઓળંગીને આવ જાવ કરવી પડતી હોય છે. ચોમાસામાં જ્યારે માધુમતિ નદી બે કાંઠે વહેતી હોય ત્યારે ગ્રામજનો ને ભારે હાલાકી પડે છે.રાજપારડી ના નેત્રંગ રોડ પરથી સરકારી બોરીદ્રા જવાનો કાચો માર્ગ છે.પરંતુ ફતેસંગભાઇ વસાવાએ જણાવ્યું કે આ રસ્તો ખાનગી માલિકીની જગ્યા માંથી જતો હોવાથી પાકો બનવામાં તકલીફ રહેલી છે.જ્યારે સારસા ગામથી માધુમતિ નદીમાં થઇને સરકારી બોરીદ્રા ગામે જવાય છે.આ સ્થળે નદી પર છલીયુ કે જરુર ને અનુલક્ષીને પુલ બનાવાય અને તેનાથી આગળ બોરીદ્રા સુધી વ્યવસ્થિત રોડ બનાવાય તોજ ગ્રામજનો ને પડતી હાલાકી નિવારાય તેમ છે.ફક્ત બોરીદ્રા ના ગ્રામજનો નેજ નહિં,પરંતું સારસા ગામના નદીના સામા કાંઠે ખેતરો ધરાવતા ખેડૂતોએ પણ વારંવાર નદી ઓળંગવાની નોબત આવે છે.ત્યારે આ સ્થળે ખાડી પર છલીયુ બનાવાય તો સારસા અને બોરીદ્રા બન્ને ગામોના ગ્રામજનો ને લાભ થઇ શકે.આમ સરકારી બોરીદ્રા ગામ અત્યાર સુધી કાયદેસરના માર્ગ ની સુવિધા થી વંચીત હોવાથી ગ્રામજનો ને પડતી હાલાકી નિવારવા આ બાબતે તાકીદે ઘટતુ કરવા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસેનું સરકારી બોરીદ્રા ગામ હજી ગામમાં જવાના કાયદેસર ના રસ્તાની સુવિધા થી વંચિત હોઇ,ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાઓની નિમણુંક  અસામાન્ય……

ProudOfGujarat

ઝઘડીયા : એસ.બી.આઇ. દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરત ખાતે આયોજન કરાયું.

ProudOfGujarat

યુ.પી.એલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા દર વર્ષે સિ.એસ.આર એક્ટિવિટી હેઠળ વાઉ (વી.આર યુનાઇટેડ) મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!