Proud of Gujarat
FeaturedGujaratINDIA

વેલુગામ ના યુવક ની રાજપારડી ચાર રસ્તા નજીક પાર્ક કરેલ બાઇક ની ઉઠાંતરી ખુલ્લામાં આડેધડ વાહનો પાર્ક કરતા ઇસમો માં ફફડાટ

Share

ગુલામહુશેન ખત્રી
રાજપારડી નગરના ચાર રસ્તા નજીક ખુલ્લામાં પાર્ક કરીને મુકેલ એક મોટરસાયકલ ની રાત્રી દરમિયાન ઉઠાંતરી થવા પામી હતી.રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વેલુગામનો મકબુલભાઇ રૂપસંગભાઇ મલેક નામનો યુવક ઝઘડીયા ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરેછે.તા.૨૮ મીના રોજ આ યુવક સાંજના સાડા આઠ ના અરસામાં ઘેરથી નોકરી જવા મોટરસાયકલ લઇને નીકળ્યો હતો.અને રાજપારડી ચાર રસ્તા પર આવીને ચાર રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં મોટરસાયકલ પાર્ક કરીને રાજપારડી રાત્રે ૯ વાગ્યે આવતી કંપનીની બસમાં નોકરી પર ગયો હતો.જાણવા મળ્યા મુજબ રાજપારડી ચાર રસ્તા નજીક ની ખુલ્લી જગ્યામાં કંપનીઓ માં નોકરી કરવા જતા કામદારો પોતાની મોટરસાયકલો પાર્ક કરીને જતા હોયછે.બીજા દિવસે સવારના આઠ વાગ્યે મકબુલ નોકરી પરથી પાછો ફર્યા બાદ પાર્ક કરેલી બાઇક દેખાતા નહિ તપાસ કરી હતી.પરંતુ બાઇકનો પત્તો મળ્યો ન હતો.આ મોટરસાયકલ મકબુલભાઇ ના શિનોર તાલુકાના સાધલી ગામે રહેતા સાળાની માલિકીની હતી.દરમિયાન શોધખોળ કરવા છતાં મોટરસાયકલ નો પત્તો ન મળતા મકબુલભાઇએ તા.૩ જીના રોજ રાજપારડી પોલીસ માં બાઇક ચોરાવા બદલ ફરિયાદ લખાવી હતી.આ ઘટનાને પગલે ખુલ્લામાં આડેધડ વાહનો પાર્ક કરતા ઇસમોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.રાજપારડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે હેંગ સેંગ ટેક ઇન્ડેક્સને મળતી આવતી/ અનુસરતી ઈટીએફ યોજના.

ProudOfGujarat

યાત્રાધામ ડાકોરમાં 250 મી રથયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!