રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અનેક જગ્યાએથી દારૂ પકડાવનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાજકોટનાં દૂધસાગર રોડ પરથી સવારના ૫ વાગે મમરાના બજકાની આડમાં ૪૯૨ બોટલ દારૂ લઈ જવાતું વાહન પકડાયું છે. ચૂંટણી આવતા જ ઠેર ઠેર દારૂ પકડાય રહ્યા છે. ત્યારે ફરી એક વખત રાજકોટના દૂધસાગર વિસ્તારમાંથી મમરાના બજકામાં દારૂની બોટલો છુપાવી લઈ જવાતી હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતાં વહેલી સવારે ત્યાં વોચ ગોઠવી હતી પરંતુ વહેલી સવારે અંધારું હોવાથી વાહન ચાલક ભાગી ગયા હતા પરંતુ વહાનમાંથી ૪૯૨ બોટલ દારૂની મળી આવી હતી. બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વહેલી સવારે દૂધસાગર રોડ પર ફારૂકી મસ્જિદ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા ટાટા ઈન્સ્ટ્રા નામના વાહનની અટકાયત કરી હતી. પરંતુ વહેલી સવારે અંધારું હોવાથી અંધારાનો લાભ લઈને વાહન ચાલક ભાગી ગયો હતો. ત્યારબાદ તપાસ કરતા મમરાના બાચકાની નીચે છુપાવેલી વિદેશી દારૂની ૪૯૨ બોટલ મળી આવી હતી જે અંદાજે ૭.૪૬ લાખની કિંમતની હતી.