Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં સર્જાયો ગોઝારો અકસ્માત, કાર ટ્રકમાં ઘૂસી જતાં બે યુવકના થયા મોત.

Share

વીરપુરમાં ફોટોગ્રાફીનો સ્ટુડિયો ચલાવતા બે ભાઈ ઓડર મળ્યો હોવાથી રણુજા મંદિરે માંડવાનું વિડિયો શૂટિંગ કરવા ગયા હતા અને તેમની સાથે તેમના એક મિત્ર પણ ગયા હતા. ત્યાં કામ પતાવી પરત ફરતી વેળાએ રાજકોટના નવા રીંગ પરના ટીલાળા ચોકડી પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતના કારણે બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પીટલમાં ખસેડવામા આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે રાજકોટથી નવા રીંગ રોડ પર થઇ વિરપુર જઇ રહેલી કાર ટીલાળા ચોકડી પાસે પહોચી ત્યારે સામેથી કાળ બની ઘસી આવેલા ટ્રક સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. ગોજારા અકસ્માતમાં વિરપુરના આશિષ જયંતીભાઇ મેર નામના ૧૯ વર્ષના યુવાન અને તેમના મિત્ર જીતેન્દ્રભાઇ મેઘજીભાઇ વરમોરા નામના ૪૨ વર્ષના યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે મૃતક આશિષ મેરના ભાઇ આકાશ જયંતીભાઇ મેર નામના ૨૨ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આકાશ તેનો ભાઇ આશિષ અને મિત્ર જીતેન્દ્ર વરમોરા રણુજા મંદિર ખાતે માતાજીનો માંડવો હોવાથી વીડિયો શુટીંગ માટે ત્રણેય મિત્રો કાર લઇને રણુજા મંદિર ખાતે આવ્યા હતા. માતાજીના માંડવાનું વીડિયો રેકોર્ડીંગ કરી વહેલી સવારે ત્રણેય મિત્રો ટ્રાફિકથી બચવા માટે રણુજા મંદિરેથી વિરપુર જવા નવા રીંગ રોડ પર નીકળ્યા હતા. કાર નવા રીંગ રોડ પર ટીલાળા ચોકડી પાસે પહોચી ત્યારે સામેથી ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટીલાળા ચોકડી પાસે ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી કટ્ટરની મદદથી કારના પતરા કાપી આશિષ અને જીતેન્દ્રના મૃતદેહ બહાર કાઢી લોધિકા પોલીસને સોપતા પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લોધિકા હોસ્પિટલ ખસેડયા હતા જ્યારે ઘવાયેલા જીતેન્દ્ર વરમોરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતક આશિષ મેરને વિરપુરમાં ગેલ ફિલ્મ નામનો સ્ટુડીયો છે. પોતાના મોટા ભાઇ સાથે મળી આઉટ ડોર ફોટોગ્રાફિકના ઓર્ડર લઇને કામ કરે છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં મોટી ઉથલ પાથલ થઇ શકે છે, ઉદ્ધવ ઠાકરેની સરકાર પર લટકતી તલવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!