રાજકોટમાં મોડી રાત્રે કોઈકે કારણોસર આરટીઓ કચેરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડની ટીમને મળતા જ ટીમ ઘટના સ્થળો પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ગઈકાલે રાત્રે આગ લાગી હોવાથી મોટી જાનહાની થતા અટકી હતી જોકે આ આગમા લખોનું નુકશાન થયું હતું અને જુના રોકોર્ડ પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ આગને કારણે આજે આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટીંગ સહીતની કામગીરી બંધ રહી હતી.
આ ઘટનાની મળતી વિગત પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ આરટીઓના નંબર પ્લેટની સબંધિત કચેરીમાં લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું અને આગના ધુમાડા ઘટના સ્થળેથી દૂર દૂર સુધી દેખાયા હતા. આ આગને કારણે મોટી દુર્ઘટના થતા બચી હતી જો કે આગમાં કચેરીના પ્રિન્ટર, કોમ્પ્યુટર અને લેપટોપ સહીતની વસ્તુઓ બાળીને ખાખ થઇ ગઈ હતી. આ આગને કારણે ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ પણ ખાખ થઇ ગઈ હતી.
સ્થાનિક માહિતી મળતા આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે જો કે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. આ આગને કારણે આજે આરટીઓની કામગીરી બંધ રાખવામાં આવી હતી.