આ વર્ષે નેશનલ ગેમ્સનું હોસ્ટિંગ ગુજરાતને મળ્યું જે પરિણામે રાજકોટમાં ૨૭ થી ૧૦ ઓકટોબર નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગની સ્પર્ધા યોજાવાની છે. આ મેગા ઇવેન્ટમાં બીજા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમીંગની સ્પર્ધા યોજાવાની છે. જેમાં દેશભરમાંથી ૩૦૦ થી વધુ ખેલાડીઓ રાજકોટ આવવાના છે. આ મેગા ઇવેન્ટનો માહોલ બનાવવા માટે ૮ થી ૧૧ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે નેશનલ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે ત્યારે આ ઇવેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.
આગામી ૨૭ મી સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન આ નેશનલ ગેમ્સ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજવામાં આવનાર છે. આ ગેમ્સમાં દેશના ૨૫ હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર આ છ શહેરોની રાષ્ટ્રીય રમતઉત્સવ માટે પસંદગી કરવામાં આવી છે. રાજકોટમાં હોકી અને સ્વિમીંગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં અંદાજે ૩૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. આ સ્પર્ધકો માટે ૩૫ જેટલી હોટેલો તંત્ર દ્વારા બુક કરવામાં આવી છે. વધુમાં આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટના આંગણે નેશનલ ગેમ્સની ભવ્ય ઇવેન્ટ યોજાવા જઇ રહી છે ત્યારે આને લઇને માહોલ બનાવવા ૮ થી ૧૧ સપ્ટેમ્બરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ, યોગા, સાઇકલીંગ એશોસિએશન સાથે મળી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટીવલ અને બાસ્કેટ રેલી જેવા કાર્યક્રમો યોજવાનું પણ હાથ ધરાયું છે.