Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બે યુવકના મોત.

Share

રાજકોટમાં ગતરાત્રીના એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક 15 ફૂટ જેટલી ઢસડાતા બે યુવકને ગંભીર ઇજા પહોંચતા તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. રાજકોટના ગોંડલ રોડ પર ગત રાત્રીને હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવકો સંતોષ અને સુનીલના મોત થયા હતા.

રાજકોટમાં આ પ્રથમ વખત નથી આ પહેલા પણ અનેક હિટ એન્ડ રનના બનાવ બન્યા હતા. આ જીવલેણ અકસ્માતમાં મૃત્યુ પામેલા સુનીલ બે ભાઇમાં મોટો હતો અને હજુ ત્રણ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. સુનીલનું મોત થતા તેમની પત્ની અને પરિવાર પર જાણે આફત આવી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

Advertisement

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બીજો યુવક સંતોષ ત્રણ ભાઇમાં નાનો હતો અને મોટા ભાઈ સાથે જ રજુ પાઉંભાજીની દુકાને કામ કરતો હતો. આ બન્નેના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. આ અકસ્માત સર્જી કારમાં બેઠેલા ત્રણ શખ્સો કારને મૂકીને ફરાર થઇ ગયા હતા તેમજ અકસ્માતમાં ઘવાયેલા બંને યુવકો લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ પડ્યા હોય તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તાબીબે મૃત જાહેર કર્યા હતા.


Share

Related posts

ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિ. ના નવા કાર્યાલયનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

ઉમરપાડા : ખેલ મહાકુંભમા રાજ્ય લેવલે કુસ્તી વિભાગમાં આર્યન વસાવા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ઝઘડીયા બ્રિટાનીયા કંપની દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર નહીં ચૂકવાતા કામદારોએ સતત બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!